તમને ટેકનોલૉજીની ક્ષમતા વધારી, વધુ સદ્ધર, સ્થાયી અને અસરકારક બનવા માટે મદદ કરીએ છીએ

અમે તમને તમારા લક્ષ્યો ઝડપથી મેળવવા કઈ, કેવી, ક્યાં અને ક્યારે ટેકનોલોજી વાપરવી તેની સલાહ આપીએ છીએ. ખેડૂતો માટે પ્રોત્સાહન નીતિ અથવા વેચાણ મોડેલ બનાવવું હોય તો અમારી ટેકનોલોજી અને ક્ષેત્ર નિપુણતા એ પરિણામ પર સકારાત્મક અસર કરશે.

Government

યુ.એક્સ

વધુ પ્રતિભાવશીલ સરકારી સંસ્થાઓ!

અમે ખાદ્ય સુરક્ષા અને ખેડૂતોના કલ્યાણને ઉભરતા અર્થતંત્રોની ટકાઉ વિકાસની ચાવી તરીકે જોઈ રહ્યા છીએ. અમે નીતિકીય સલાહકાર તરીકે કામ કરી સ્થાનિક, પ્રાંતીય અને સંઘીય સરકારી સંગઠનોને ટેક્નોલૉજી લાભ દ્વારા માહિતી આધારિત ચોક્કસ વ્યૂહરચનાઓ અને નીતિઓ ઘડવા માટે સહાય કરીએ છીએ જે આપણા અનાજ ઉગાડનારાઓને વધુ અસરકારક રીતે સક્ષમ કરે.

નાણાકીય અને વીમા કંપનીઓ માટે આર્થિક સદ્ધરતા!

અમે ખેડૂતોના નફાની વર્ષો જૂની સમસ્યાને ઉકેલવા માટે તૈયાર છીએ. જેમ દરેક ખેડૂતની નાણાકીય જરૂરિયાતો અલગ હોય છે, તેમ અમે ટેકનોલોજીની મદદથી માહિતી એકઠી કરી તમારી સેવાઓ શ્રેષ્ઠ બને અને તે જ સમયે તમને નવી યોજનાઓ દ્વારા ખેડૂતો સાથે વધુ સારી રીતે જોડાણ કરી આપવામાં મદદ કરીએ છીએ.

Finance Companies

બીગ ડેટા

Input Companies

જી.આઈ.એસ

સારી સંરેખિત કૃષિ ઉત્પાદક કંપનીઓ!

અમે ટકાઉ અને નફાકારક ખેતીને જાળવી રાખવા માટે ખેતી ઉત્પાદકોનો જરૂરિયાત અને અસરકારક ઉપયોગ તેમજ વિતરણ કરવામાં માનીએ છીએ. અમે ખેડૂતની પ્રવૃત્તિઓ અને પદ્ધતિઓ આધારિત માહિતી એકઠી કરવામાં તમારી સહાય કરીએ છીએ અને મહત્તમ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા તમને વધુ સારા અને ચોક્કસ ઉત્પાદકો વિકસાવવા માટે મદદ કરીએ છીએ જેને ચોક્કસ વિસ્તાર અને ચોક્કસ ખેડૂતોના જૂથ માટે ઉપયોગ કરી શકાય છે.

વિસ્તરણ સેવા પ્રદાતાઓની પહોંચમાં વધારો!

અમે મજબૂતપણે સ્માર્ટ ખેતીના અભિપ્રાયને સમર્થન કરીએ છીએ જેથી આપણે ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉપજ મેળવી આગળ લાવી શકીએ. અમે તકનીકી કલાઓનો મહત્તમ ઉપયોગ કરી પ્રત્યેક વ્યક્તિગત ખેડૂતને વધુ અસરકારક રીતે વૈવિધ્યપૂર્ણ, દાવાપાત્ર, સાચા સમયે સ્માર્ટ વિસ્તરણ સેવાઓ પહોંચાડવા માટે ચોકસાઈયુક્ત વ્યૂહરચનાઓ ઘડવામાં સહાય કરીએ છીએ.

Extension Service Providers

મશીન લર્નિંગ

NGO's

બ્લોકચેઈન

બિનસરકારી સંસ્થાઓ અને વિકાસશીલ એજન્સીઓ માટે વાસ્તવિક સમયની દૃશ્યતા!

અમે ખેડૂતોને અપાતી વિકાસશીલ સેવાઓને શ્રેષ્ઠ કરવામાં વધારે કાર્યક્ષમતા જોઈ રહ્યા છીએ. અમે ટેકનોલોજીની નિપુણતા અને વ્યવસાય આધારિત જ્ઞાનથી તમારા પ્રોજેક્ટને વધુ અસરકારક રીતે અમલમાં મુકવા માટેની સલાહ આપીએ છીએ, જેથી તમને વધુ સારું પરિણામ મળે અને તેથી નક્કી કરેલા ખેડૂતો માટે વિચાર્યા પ્રમાણે લાભ પહોંચાડી શકાય.

વેલ્યુ ચેઈન પ્લેયર્સ માટે છેક સુધી સરળ પહોંચ!

અમે સહમત છીએ કે ટકાઉ અને ચોકસાઈપૂર્વકની ખેતીનો વિચાર એ તંદુરસ્ત ખોરાક માટેની એક ચાવી છે. અમે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિવિધ કૃષિ પુરવઠા પહોંચાડવા પર કામ કરવા માટે તમને મદદ કરીએ છીએ જેથી તમારી સેવાઓને શ્રેષ્ઠ બનાવવા તમારા જોખમો અને અવરોધો ઓછા કરવાની સાથે સાથે સાચા સમયે કાર્યક્ષમ મૂલ્યાંકન કરી સકાય.

Commodity Buyers

આર્ટીફીસિયલ ઇન્ટેલિજન્સ

સામાન્ય સેવાઓ


અમે તમને બીગ ડેટાનો લાભ ઉઠાવી અને પદ્ધતિસર જાણકારી પ્રદાન કરી એક માહિતી આધારિત સંગઠન બનાવવામાં સહાય કરીએ છીએ.

અમે યુ.એક્સ, જી.આઈ.એસ અને કોમ ટેકનોલૉજીનો વધુ અસરકારક ઉપયોગ કરી તમને ખેડૂતો, વેલ્યુ ચેઈન પ્લેયર્સ અને ભાગીદારો સાથે જોડાણ કરવામાં મદદ કરીએ છીએ.

અમે તમને સહભાગીઓ સાથે વધુ વિશ્વસનીય અને પારદર્શક જોડાણ કરવા માટે બ્લોકચેઈનનો ઉપયોગ કરવાની સલાહ આપીએ છીએ.

અમે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને તમારા વિતરણને જરૂરીયાત પ્રમાણે તમામ જગ્યાએ પહોંચાડવામાં મદદ કરીએ છીએ.

ચાલો વાત કરીએ

કોઈપણ માહિતી અથવા પ્રશ્નો માટે અમારો સંપર્ક કરો. માયક્રોપની ટીમ ખુશીથી તમારા પ્રશ્નોના જવાબ આપશે. તમારે માત્ર આ ફોર્મ ભરવાનું છે. ચાલો વાત કરીએ અને નિરાકરણ સુધી પહોંચીએ.

વધુ માહિતીની જરૂર માટે માયક્રોપ

ખેડૂત મિત્ર બનવામાં રસ ધરાવનાર

માયક્રોપ સાથે સહયોગ કરવા માગો છો

નિગમિત સામાજિક જવાબદારી માટે અમારી સાથે જોડાઓ